નરેન્દ્ર મોદી એ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન દહેરાદૂનમાં ભવ્ય જાહેર સમારોહમાં દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોર (એક્સપ્રેસવે)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા.
આ એક્સપ્રેસવે શરૂ થતા હવે દિલ્હી થી દેહરાદૂન વચ્ચેનું અંતર માત્ર અંદાજે 2.5 કલાકમાં કવર થઈ શકશે, જે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે મોટી રાહતરૂપ સાબિત થશે.
#WATCH | Dehradun, Uttarakhand: Prime Minister Narendra Modi inaugurates the Delhi–Dehradun Economic Corridor.
The corridor will reduce travel time between Delhi and Dehradun from over 6 hours to around 2.5 hours. It has been designed with several features aimed at significantly… pic.twitter.com/JZj6J4UUbT
— ANI (@ANI) April 14, 2026
વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ ઉત્તરાખંડના વિકાસ માટે મહત્વપૂર્ણ છે, ખાસ કરીને પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે. તેમણે કહ્યું કે “દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સાથે વિકાસની યાત્રામાં એક વધુ મોટી સિદ્ધિ ઉમેરાઈ છે.”
પીએમ મોદીએ અગાઉ બાબા કેદારનાથની મુલાકાત બાદ કરેલી જાહેરાતને યાદ કરતાં કહ્યું કે આ સદીનો ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો રહેશે. તેમણે ડબલ એન્જિન સરકારની નીતિઓ અને લોકોની મહેનતને રાજ્યના ઝડપી વિકાસ માટે જવાબદાર ગણાવી.
#WATCH Dehradun, Uttarakhand: Prime Minister Narendra Modi says, "Today, there is an enthusiasm for festivals and celebrations in the country. The arrival of the new year has taken place in various parts. I extend my greetings to the people of the country on Baisakhi, Bohag Bihu,… pic.twitter.com/PxGColX57y
— ANI (@ANI) April 14, 2026
મોદીએ પોતાના ભાષણમાં ભાર મૂક્યો કે સરકાર દેશમાં અભૂતપૂર્વ માળખાકીય વિકાસ કરી રહી છે. અગાઉ જ્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વાર્ષિક ખર્ચ બે લાખ કરોડ રૂપિયા સુધી મર્યાદિત હતો, ત્યાં હવે તે વધીને 12 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એકલા ઉત્તરાખંડમાં જ 2.25 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે.
તેમણે જણાવ્યું કે ગામડાઓમાં વર્ષો સુધી લોકો રસ્તાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે રસ્તા ગામડાઓ સુધી પહોંચી રહ્યા છે અને ખાલી પડેલા ગામો ફરી જીવંત બની રહ્યા છે.
#WATCH | Dehradun, Uttarakhand: PM Narendra Modi says, "A Uniform Civil Code should be implemented across the country, this is the expectation of our Constitution. Uttarakhand has shown the way to the entire nation by advancing and furthering this spirit of the Constitution. Baba… pic.twitter.com/RU0qtmMxqC
— ANI (@ANI) April 14, 2026
પીએમ મોદીએ વિકાસને ‘રાષ્ટ્રની ભાગ્ય રેખા’ સાથે સરખાવતા કહ્યું કે દેશના હાઇવે, રેલવે અને એક્સપ્રેસવે દેશના ભવિષ્યને ઘડે છે. તેમણે ઉમેર્યું કે ભારત આજે વિકાસની આવી ‘ભાગ્ય રેખાઓ’ બનાવવામાં વ્યસ્ત છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel