સંસદના વિશેષ સત્ર દરમિયાન મહિલા અનામત અને ડિલિમિટેશન (સીમાંકન) બિલને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી. એક તરફ કેન્દ્ર સરકાર આ પગલાને ઐતિહાસિક ગણાવી રહી છે, તો બીજી તરફ વિપક્ષે તેને ‘પાછલા બારણે સીમાંકન લાવવાનો પ્રયાસ’ ગણાવી વિરોધ નોંધાવ્યો હતો.
અખિલેશ યાદવ અને અમિત શાહ વચ્ચે તીખી ટક્કર
ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ એ સવાલ ઉઠાવ્યો કે, “શું મુસ્લિમ મહિલાઓ અડધી વસ્તીનો ભાગ નથી? તેમને અનામત કેમ નહીં?”
આના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહ એ કટાક્ષ કર્યો કે, “તમે તમારી પાર્ટી તરફથી તેમને ટિકિટ આપો, તમને કોણે રોક્યા છે?” આ નિવેદન બાદ સંસદમાં વાતાવરણ ગરમ થઈ ગયું હતું.
अखिलेश की बोलती बंद!
मुस्लिम महिलाओं को सारी टिकटें दे दो, हमें क्या आपत्ति… अमित शाह का तीखा पलटवार, देखिए पूरा वीडियो#AmitShah #AkhileshYadav #SamajwadiParty #TicketPolitics #SharpReply
[ Amit Shah, Akhilesh Yadav, Samajwadi Party, Muslim Women Tickets, Sharp Counter ] pic.twitter.com/Oo1cJcRpBb
— One India News (@oneindianewscom) April 16, 2026
સીમાંકન અને બેઠકો વધારાનું ગણિત
કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલએ સ્પષ્ટતા કરી હતી કે મહિલા અનામતનો અમલ નવી વસ્તી ગણતરી (2026) અને ત્યારબાદના સીમાંકન પછી જ શક્ય બનશે.
તેમણે જણાવ્યું કે આ પ્રક્રિયા હેઠળ લોકસભાની બેઠકોમાં લગભગ 50% વધારો થઈ શકે છે, જેના પરિણામે કુલ બેઠકોની સંખ્યા 815 સુધી પહોંચી શકે છે. તેમાંમાંથી લગભગ 272 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.
મેઘવાલે ખાતરી આપી કે આ પ્રક્રિયા દરમિયાન કોઈપણ રાજ્યને બેઠકોનું નુકસાન નહીં થાય.
Speaking in Lok Sabha on the three bills, Union Law Minister Arjun Ram Meghwal says, "The women’s reservation bill was passed in 2023, providing for implementing its provisions based on census after 2026 and delimitation. There will be an equal, 50 per cent increase in the… pic.twitter.com/18oI66wDlK
— ANI (@ANI) April 16, 2026
વિપક્ષના આક્ષેપો
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મહિલા અનામતને સીમાંકન સાથે જોડીને સરકાર જાણબૂઝીને પ્રક્રિયામાં અવરોધ ઉભા કરી રહી છે. તેમણે આ બિલને મહિલા કલ્યાણ માટે નહીં પરંતુ ‘પાછલા દરવાજા’થી સીમાંકન લાગુ કરવાની યુક્તિ ગણાવી હતી.
સરકારનો પક્ષ
બીજી તરફ ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યા એ પ્રધાનમંત્રીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી અટકેલું મહિલા અનામત બિલ હવે ભાજપના મક્કમ નિર્ણયને કારણે શક્ય બન્યું છે.
રાજકીય ગરમાવો યથાવત
મહિલા અનામત અને સીમાંકન મુદ્દે ચાલી રહેલી ચર્ચા રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. સરકાર અને વિપક્ષ વચ્ચેનો આ મતભેદ આગામી દિવસોમાં વધુ તેજ બનવાની સંભાવના છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel