ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજે એક મહત્વપૂર્ણ દિવસ તરીકે નોંધાયો છે. સંસદના વિશેષ સત્રની શરૂઆત સાથે જ પ્રથમ દિવસે સરકાર દ્વારા મહિલા અનામત (131મો બંધારણીય સુધારો), ડિલિમિટેશન (સીમાંકન) અને અન્ય મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા છે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે આ બિલ પર મધ્યરાત્રિ સુધી ચર્ચા કરવા માટે તે તૈયાર છે અને આવતીકાલે સાંજે મતદાન યોજાશે.
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લોકસભામાં સંબોધન આપીને આ દિવસને ભારતીય લોકશાહીના નવા અધ્યાયની શરૂઆત ગણાવ્યો હતો.
#WATCH | Speaking in Lok Sabha on women's reservation and delimitation, PM Modi says, "I'd also like to offer advice to those who think only in political terms. Ever since the discussion about women's reservations began in our country, and every election that followed, whoever… pic.twitter.com/KhvBYrlXLx
— ANI (@ANI) April 16, 2026
“લોકશાહીમાં નવો અધ્યાય ઉમેરાશે”
PM મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું કે મહિલા અનામતનો કાયદો 25-30 વર્ષ પહેલા જ લાગુ થવો જોઈએ હતો. તેમણે કહ્યું કે ભારતની લોકશાહી હજારો વર્ષ જૂની છે અને આજે આમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરવાનો અવસર મળ્યો છે.
તેમણે ઉમેર્યું કે આ બિલ દેશની અડધી વસ્તીને રાષ્ટ્ર નિર્માણમાં સીધી રીતે જોડશે અને દેશની દિશા અને દશા બંને નક્કી કરશે.
#WATCH | Speaking in Lok Sabha on women's reservation and delimitation, Prime Minister Narendra Modi says, "The need was that when this idea was first conceived 25-30 years ago, and the need was felt, we should have implemented it, and today we have brought it to a mature stage.… pic.twitter.com/umvIpCSafk
— ANI (@ANI) April 16, 2026
“વિરોધ કરનારા પક્ષોને મહિલાઓ માફ નથી કરતી”
PM મોદીએ રાજકીય પક્ષોને સંદેશ આપતા કહ્યું કે મહિલા અનામતનો વિરોધ કરનાર પક્ષોને મહિલાઓ ક્યારેય માફ કરતી નથી. તેમણે યાદ અપાવ્યું કે 2023માં જ્યારે તમામ પક્ષોએ મળીને બિલ પસાર કર્યું ત્યારે કોઈ એક પક્ષને રાજકીય ફાયદો થયો નહોતો.
તેમણે અપીલ કરી કે આ વખતે પણ તમામ પક્ષોએ એકજૂટ થઈને આ ઐતિહાસિક બિલ પસાર કરવું જોઈએ.
#WATCH | Speaking in Lok Sabha on women's reservation and delimitation, PM Modi says, "I'd also like to offer advice to those who think only in political terms. Ever since the discussion about women's reservations began in our country, and every election that followed, whoever… pic.twitter.com/KhvBYrlXLx
— ANI (@ANI) April 16, 2026
“બહેનો હવે વોકલ થઈ છે”
PM મોદીએ જણાવ્યું કે દેશની લાખો મહિલાઓ પંચાયતોમાં કાર્ય કરી હવે ‘વોકલ’ બની છે અને તેઓ સંસદ સુધી પહોંચવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે પહેલા રાજકીય પક્ષો પંચાયતોમાં અનામત આપવા તૈયાર હતા, પરંતુ સંસદમાં તેને લાગુ કરવા માટે હિંમત બતાવતા નહોતા.
આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને મહિલાઓ હવે નિર્ણય પ્રક્રિયામાં ભાગીદાર બનવા માંગે છે.
#WATCH | Speaking in Lok Sabha on women's reservation and delimitation, Prime Minister Narendra Modi says, "In the 21st century, India is moving forward with a new self-confidence. We all feel India's acceptance in the world today. This is a moment of pride for all of us. I… pic.twitter.com/KCQfOenxAz
— ANI (@ANI) April 16, 2026
ધર્મેન્દ્ર યાદવ સાથે હળવી નોકઝોક
ચર્ચા દરમિયાન ધર્મેન્દ્ર યાદવ એ પીએમ મોદીને પછાત વર્ગના મુદ્દે ટિપ્પણી કરી હતી. તેના જવાબમાં PM મોદીએ કહ્યું કે, “હું અતિ પછાત સમાજમાંથી આવું છું,” અને અખિલેશ યાદવનો ઉલ્લેખ કરતાં હળવી ટિપ્પણી કરી. આ ટિપ્પણી બાદ ગૃહમાં હાસ્યનું માહોલ સર્જાયો હતો.
#WATCH | Speaking in Lok Sabha on women's reservation and delimitation, Prime Minister Narendra Modi says, "Dharmendra Yadav (Samajwadi Party MP) ji, I am very grateful to you for introducing me. It's true, I come from a very backward community. Akhilesh ji is my friend, so he… pic.twitter.com/qCjPfygujD
— ANI (@ANI) April 16, 2026
“સીમાંકનમાં કોઈ અન્યાય નહીં થાય”
દક્ષિણ અને ઉત્તર રાજ્યો વચ્ચે સીમાંકન મુદ્દે ઉઠી રહેલી ચિંતાઓ પર PM મોદીએ સ્પષ્ટતા કરી કે આ પ્રક્રિયામાં કોઈ રાજ્ય સાથે ભેદભાવ નહીં થાય.
તેમણે ખાતરી આપી કે હાલનો પ્રમાણ જાળવી રાખવામાં આવશે અને કોઈ રાજ્યના હિતોને નુકસાન નહીં થાય.
“મહિલાઓનો હક દાયકાઓથી રોકાયો હતો”
PM મોદીએ કહ્યું કે મહિલાઓને અનામત આપવું કોઈ દાન નથી, પરંતુ તેમનો અધિકાર છે, જે દાયકાઓથી અટકાવી રાખવામાં આવ્યો હતો. તેમણે આ ક્ષણને “પ્રાયશ્ચિત કરવાનો અવસર” ગણાવ્યો.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel