click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Chhota Udaipur > દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
Chhota UdaipurDahodGujaratPanchmahal

દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામથી લઈને દેશના વિકાસમાં આદિવાસી સમાજનું યોગદાન અતુલનીય છે : હર્ષભાઈ સંઘવી

Last updated: 2026/04/16 at 6:44 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાનને ભૂલાવવાનો પ્રયાસ કરનારી કોંગ્રેસ આજે આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે : હર્ષભાઈ સંઘવી

કોંગ્રેસે આદિવાસીઓનો માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો જ્યારે નરેન્દ્રભાઇ મોદીએ આદિવાસી વિસ્તારોમાં પાકા ઘર, ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય જેવી સુવિધાઓ, અનેકો યોજનાઓ તથા શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓથી સમાજનો સાચો વિકાસ કર્યો છે : હર્ષભાઈ સંઘવી

આગામી ચુંટણીમાં ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા કોંગ્રેસના પંજા અને અન્ય પક્ષોનો ઉખેડી ફેંકવા નાગરિકોને હાકલ કરતા હર્ષભાઈ સંઘવી.

ટપોરી અને ગુંડા તત્વોને પ્રોત્સાહન આપી ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા ફેલાવતા વિરોધ પક્ષોનો સફાયો કરી, દરેક બેઠક પર ભાજપાને આશીર્વાદ આપી કમળ ખીલવવા આહ્વાન કરતાં હર્ષભાઈ સંઘવી.

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજે દાહોદ જિલ્લાના છાપરી, પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તથા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું.

ભગવાન બિરસામુંડાના ગૌરવશાળી જયઘોષ સાથે સંબોધનની શરૂઆત કરતા હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામથી લઈને દેશના વિકાસમાં આદિવાસી સમાજનું યોગદાન અતુલનીય છે. ગેરિલા યુદ્ધ પદ્ધતિ અને તિરકામઠાના જોરે અંગ્રેજોને ફાફા પડાવનાર આ વીર આદિવાસી શહીદોના સપનાઓને આઝાદી પછીની કોંગ્રેસ સરકારોએ સાકાર કરવાને બદલે માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરી તોડવાનું પાપ કર્યું છે.

તેમણે કહ્યું કે, આદિવાસીઓનો ભવ્ય ઇતિહાસ અને યોગદાન દેશ ભુલી જાય તેવા પ્રયાસો કોંગ્રેસે કર્યા, આજે એ જ કોંગ્રેસ આદિવાસીઓના મસીહા બનવાનો ઢોંગ કરી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારોને ઝૂંપડા અને તાડપત્રીમાંથી બહાર લાવી પાકા ઘર, ગેસ કનેક્શન, વીજળી અને શૌચાલય જેવી સુવિધાઓ આપી સાચો વિકાસ કર્યો છે.

સંઘવીએ કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહાર કરતા ઉમેર્યું કે, ખેડૂતોના હક્કની કટકી કરી નેતાઓના ઘર ભરનારી કોંગ્રેસે ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા કોંગ્રેસના પંજાને ઉખેડી ફેંકવા તથા અન્ય પક્ષોનો પણ સફાયો કરવા હાકલ કરતા તેમણે જણાવ્યું કે, જનતાના આક્રોશને કારણે આજે કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા નથી. ગુજરાતની જનતાએ વિરોધ પક્ષોની મેલી મુરાદ પારખી લીધી છે. કોંગ્રેસને અને અન્ય પક્ષને પૂરતા ઉમેદવાર પણ નથી મળતા રાજ્યમાં અનેક બેઠકો બિનહરીફ થઈ છે. ચૂંટણી પહેલા ગતકડાં ચાલુ કરનાર અને ઈવીએમ પર દોષારોપણ કરનાર કોંગ્રેસના કાર્યાલયો આજે ખાલીખમ છે અને લોકોએ તેમને નકારી દીધા છે.

તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે દાહોદના નાગરિકોને માત્ર શ્રમિક તરીકે ઓળખવામાં આવતા, પરંતુ ભાજપ સરકાર આવ્યા બાદ જિલ્લામાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મોટાપાયે વિકાસ થયો છે. આજે દાહોદમાં મેડિકલ કોલેજો અને નવી શાળાઓને કારણે આદિવાસી યુવાનો ડોક્ટર, એન્જિનિયર અને અધિકારી બની રહ્યા છે. દાહોદ જિલ્લામાં ૧૧ લાખથી વધુ આયુષ્માન કાર્ડ ધારકો મફત સારવાર મેળવી રહ્યા છે, જ્યારે અઢી લાખ પરિવારોના ખાતામાં તેમને મળવા પાત્ર યોજનાની સહાય સીધી ખાતામાં જમા થઈ રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વિનામૂલ્યે રાશન અને લાખો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી મોદી સરકારે ગરીબોની ચિંતા કરી છે.

સંઘવીએ ટપોરી અને ગુંડા તત્વોને પ્રોત્સાહન આપી ગુજરાતમાં અશાંતિ અને અરાજકતા ફેલાવતા વિરોધ પક્ષોનો સફાયો કરી, દરેક બેઠક પર ભાજપાને આશીર્વાદ આપી કમળ ખીલવી ભાજપને વિજયી બનાવવા મતદારોને આહ્વાન કર્યું હતું.

ઉપરોક્ત જાહેરસભાઓમાં પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહ પરમાર, પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપતભાઇ વસાવા, દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, પંચમહાલ જિલ્લા ભાજપા અધ્યક્ષ મયંકભાઇ દેસાઇ, છોટાઉદેપુર ભાજપા જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત ધારાસભ્યઓ, સિનિયર આગેવાનો, અગ્રણીઓ તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા

ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ

આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી

ભારતીય નાવિકોના મોત મુદ્દે અમેરિકા સામે ભારતનો કડક વિરોધ, જયશંકરે માર્કો રૂબિયો સાથે કરી વાત

TAGGED: @india, BJP, BJP vs Congress Tribal Politics, Bodeli, Breaking news, Chhapari, Chhota Udepur district, CM Gujarat, Congress, Dahod district, Dahod Panchmahal Rally, Deputy Chief Minister Harsh Sanghvi, Ghoghamba, gujarat, Gujarat political news 2026, Gujarat politics, gujarati news, HARSH SANGHAVI, Harsh Sanghavi Speech Gujarat, Narendra Modi, newschannelinindia, oneindianewscom, oneindianewsgujarat, Panchmahal district, pm modi, Politics, top news, top news channel, topnews, topnewschannelinindia, Tribal Community, Tribal Development India Modi Government, આદિવાસી વિકાસ મોદી સરકાર, આદિવાસી સમાજ, કોંગ્રેસ, ગુજરાત રાજકારણ, ગુજરાત રાજકીય સમાચાર, દાહોદ પંચમહાલ સભા, નરેન્દ્ર મોદી, ભાજપ, ભાજપ કોંગ્રેસ આદિવાસી રાજકારણ, ભારત, હર્ષ સંઘવી, હર્ષ સંઘવી ભાષણ ગુજરાત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team એપ્રિલ 16, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, અંતિમ ક્ષણે પણ નામ જોડાય તો મતાધિકાર મળશે
Next Article “રાહુલ ગાંધીની બહેન સાંસદ બની શકે તો સામાન્ય દીકરી કેમ નહીં?” હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી ખેડૂતોને મળ્યું આર્થિક સુરક્ષાનું કવચ
Gujarat જૂન 13, 2026
નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ : સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત નંબર 1, દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
Gujarat જૂન 13, 2026
ભરૂચ જામા મસ્જિદ વિવાદમાં જૈન સમાજની એન્ટ્રી: ‘સમડી વિહાર’ હોવાનો દાવો, ASI સર્વેની ઉઠી માંગ
Bharuch Gujarat જૂન 13, 2026
આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમિયાન સર્જાઈ ખામી
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?