ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ નરવણેએ તેમના પુસ્તકને લઈને ઉભા થયેલા વિવાદ પર પહેલીવાર ખુલ્લું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને એક એવા વિવાદમાં ખેંચવામાં આવ્યા હતા, જેના સાથે તેમનો કોઈ લેવાદેવા નહોતો. તેમના મતે આ સમગ્ર મામલે તેમની સાથે “ઘણો અન્યાય” થયો છે.
નરવણેએ જણાવ્યું કે દેશમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ છે, જેના પર ચર્ચા થવી જોઈએ, પરંતુ તેમના પુસ્તકને અનાવશ્યક રીતે વિવાદમાં ખેંચવામાં આવ્યું. તેમણે ઉમેર્યું કે ભારત સરકારને સૈન્ય પર સંપૂર્ણ વિશ્વાસ છે અને સેનાએ હંમેશા દેશની સુરક્ષા માટે શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
LAC મુદ્દે નરવણેએ ચીનને લઈને આપ્યો કડક જવાબ
લદ્દાખમાં 2020 દરમિયાન LAC પર થયેલી ઘટનાઓ અંગે બોલતા નરવણેએ જણાવ્યું કે ભારતીય સેનાએ એક સુવ્યવસ્થિત ગાઈડલાઈન હેઠળ ઓપરેશન હાથ ધર્યું હતું.
તેમણે વિવાદ ઊભો કરનારાઓને પડકાર આપતા કહ્યું:
“એકવાર ચીનાને પૂછી લો કે શું તેમણે ભારતની કોઈ જમીન કબજે કરી છે?”
આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે ભારતીય સેનાએ પોતાની જવાબદારી અસરકારક રીતે નિભાવી છે.
પુસ્તક વિવાદ અને રાજકીય ગરમાવો
નરવણેએ લખેલા અપ્રકાશિત પુસ્તક ‘Four Stars of Destiny’ને લઈને સંસદમાં ભારે હોબાળો થયો હતો. આ મુદ્દે રાહુલ ગાંધીએ લોકસભામાં સરકારને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ સરકાર તરફથી સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો કે જે પુસ્તક હજુ પ્રકાશિત જ નથી થયું, તેના અંશો પર આધારિત આક્ષેપો કરવો યોગ્ય નથી.
આ દરમિયાન ઓમ બિરલાએ લોકસભામાં રાહુલ ગાંધીને આ મુદ્દે બોલતા રોક્યા હતા, જેના કારણે વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો અને અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો. જોકે, બાદમાં તે ધ્વનિમતથી ફગાવી દેવામાં આવ્યો.
નવું પુસ્તક પણ આવ્યું ચર્ચામાં
નરવણેએ હવે તેમનું નવું પુસ્તક “Classified: Unraveling Military Myths and Mysteries” પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં ભારતીય સશસ્ત્ર દળોના અનેક રસપ્રદ અને અજાણ્યા કિસ્સાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સેનાના આંતરિક પાસાઓને સમજવામાં મદદરૂપ થાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel