છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા શરાબ કૌભાંડ મામલે તત્કાલીન મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલને લઈને મોટો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો અને ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ACB/EOW) દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી તાજેતરની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે કૌભાંડમાંથી ચૈતન્ય બઘેલને અંદાજે ₹200 થી ₹250 કરોડ સુધીની રકમ મળી હતી. આ કેસમાં આ સાતમી પૂરક ચાર્જશીટ છે, જે લગભગ 3,800 પાનાંની છે, અને તેમાં ચૈતન્ય બઘેલે લિકર સ્કેમમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચાર્જશીટ અનુસાર, ચૈતન્ય બઘેલે અનિલ તુતેજા, સૌમ્યા ચૌરસિયા, અરુણપતિ ત્રિપાઠી અને નિરંજન દાસ સહિતના અધિકારીઓ સાથે મળીને કૉ-ઓર્ડિનેટર તરીકે કામ કર્યું હતું. આ તમામ લોકો મળીને એક સિન્ડિકેટ તરીકે કાર્ય કરતા હતા, જેનું નેટવર્ક પ્રશાસનના ટોચના સ્તરથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી વિસ્તરેલું હતું. તપાસ એજન્સીનો આરોપ છે કે કૌભાંડથી એકત્રિત કરાયેલા પૈસાને ફેરવવા (મની લૉન્ડરિંગ)ની પ્રક્રિયામાં પણ ચૈતન્ય બઘેલની સક્રિય ભૂમિકા રહી હતી.
એજન્સીએ જણાવ્યું છે કે અત્યાર સુધીની તપાસમાં કૌભાંડની કુલ રકમ આશરે ₹3,074 કરોડ હોવાનું સામે આવ્યું છે, પરંતુ તપાસ આગળ વધતાં આ આંકડો ₹3,500 કરોડથી પણ વધારે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel