પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ યોજી રાજ્યની હાલની પરિસ્થિતિ અંગે વિગતવાર માહિતી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ અફવાથી ગભરાવાની જરૂર નથી.
પેટ્રોલ-ડીઝલ અંગે અફવાઓ પાયાવિહોણી
હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. સરકાર સતત પુરવઠાની સ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ પ્રકારની તંગી સર્જાય નહીં તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
LIVE : Press Conference https://t.co/6fz3zqhONY
— Harsh Sanghavi (@sanghaviharsh) March 28, 2026
PNG કનેક્શનને અગ્રતા, અમદાવાદમાં નવા કનેક્શન
સરકારે પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શનને અગ્રતા આપવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં અમદાવાદમાં 11,350 નવા PNG કનેક્શન આપવામાં આવશે.
ગુજરાત હાલમાં દેશના કુલ PNG કનેક્શનમાંથી લગભગ 23 ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લા 10 દિવસમાં જ રાજ્યમાં 12,000થી વધુ PNG કનેક્શન અને 300થી વધુ કોમર્શિયલ કનેક્શન આપવામાં આવ્યા છે. હોસ્પિટલ અને શાળાઓ જેવી સંસ્થાઓને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
અફવા અને કાળાબજારી સામે કડક કાર્યવાહી
અફવાઓ અને લોકડાઉન અંગેની ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક વલણ અપનાવતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે આવા લોકોનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ અને તેમની જાણ પોલીસને કરવી જોઈએ.
કાળાબજારીના મામલામાં 17થી વધુ લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. સાથે જ LPG સંબંધિત લગભગ 10,000 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને ટોલ-ફ્રી નંબર દ્વારા સતત મોનીટરીંગ ચાલુ છે.
સરકારની કટિબદ્ધતા અને સંકલન પર ભાર
હર્ષ સંઘવીએ ખાતરી આપી કે વૈશ્વિક સ્તરે સમસ્યાઓ હોવા છતાં ભારત અને ખાસ કરીને ગુજરાતમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યમાં પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જિલ્લા સ્તરે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિ બનાવવામાં આવશે. ઉપરાંત ઉદ્યોગ વિભાગને સૂચના આપવામાં આવી છે કે કામદારોને સમયસર પગાર ચૂકવવામાં આવે અને જરૂરિયાત મુજબ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel