ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બનેલી ભયાનક આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુરનિયા ચોરાહા નજીક આવેલી એક બહુ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં 15 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.
મૃતકોમાં મોટાભાગના 20થી 24 વર્ષની વયના યુવાનો હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ, પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે બચાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
🚨 लखनऊ के अलीगंज इलाके में एक कोचिंग सेंटर में आग लगने की खबर सामने आई है।
🔥 दमकल विभाग की टीमें मौके पर पहुंचकर आग बुझाने और बचाव कार्य में जुटी हैं।
📍 घटना के कारणों और संभावित नुकसान की जानकारी का इंतजार है।#Lucknow #Aliganj #FireIncident #CoachingCenter
[ Lucknow,… pic.twitter.com/867O0B5ctF
— One India News (@oneindianewscom) June 22, 2026
ગેમિંગ ઝોનમાંથી ફાટી નીકળી આગ
શરૂઆતમાં આ ઘટના કોચિંગ સેન્ટર અથવા લાઇબ્રેરીમાં બની હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ બાદમાં પોલીસ અને વહીવટી તંત્રે સ્પષ્ટતા કરી હતી કે ઈમારતમાં ગેમિંગ ઝોન કાર્યરત હતો.
માહિતી અનુસાર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ શોપ આવેલી હતી, જ્યારે ઉપરના માળે ગેમિંગ ઝોનમાં કર્મચારીઓ અને યુવાનો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આગ લાગી અને થોડી જ મિનિટોમાં સમગ્ર ઈમારતમાં ફેલાઈ ગઈ.
ધુમાડાથી મચી અફરાતફરી
આગ લાગ્યા બાદ ઈમારતમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. ધુમાડો અને આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદર હાજર લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.
સ્થળ પર ભારે અફરાતફરી અને ચીખપુકારનો માહોલ સર્જાયો હતો. અનેક લોકો જીવ બચાવવા માટે બારીઓ, છજ્જા અને બિલ્ડિંગના અન્ય ભાગોમાં પહોંચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
#WATCH | Uttar Pradesh | Firefighting and rescue operations underway at a coaching centre in Aliganj, Lucknow. Some people are feared trapped inside the building. pic.twitter.com/p4QQiFLTpD
— ANI (@ANI) June 22, 2026
જીવ બચાવવા છત પરથી લગાવી છલાંગ
ઘટના દરમિયાન એક વ્યક્તિએ પોતાની જાતને આગમાંથી બચાવવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. ગંભીર ઇજાઓ સાથે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ આગ એટલી વિકરાળ હતી કે કેટલાક લોકો માટે બહાર નીકળવાનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.
14 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ટીમો સ્થળ પર પહોંચી ગઈ હતી. કુલ 14 ફાયર ટેન્ડરો અને હાઈડ્રોલિક સાધનોની મદદથી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
ફાયર અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી દરમિયાન અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
PM મોદીએ વ્યક્ત કર્યો શોક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તોના વહેલા સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.
વડાપ્રધાને PMNRF (Prime Minister’s National Relief Fund)માંથી સહાયની જાહેરાત કરતાં જણાવ્યું કે:
- દરેક મૃતકના પરિવારને ₹2 લાખની આર્થિક સહાય
- દરેક ઈજાગ્રસ્તને ₹50 હજારની સહાય આપવામાં આવશે.
Anguished by the loss of lives in a fire mishap in Lucknow, Uttar Pradesh. My condolences to the bereaved families. May the injured recover at the earliest. Rescue operations are underway and authorities are providing all possible assistance.
An ex-gratia of Rs. 2 lakh from…
— PMO India (@PMOIndia) June 22, 2026
CM યોગી આદિત્યનાથ એક્શનમાં
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ પોતાના અન્ય કાર્યક્રમો રદ કરીને ઘટનાસ્થળની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો છે. તેઓ હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્તોની પણ મુલાકાત લેશે.
સીએમ યોગીએ વહીવટી તંત્રને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા છે.
लखनऊ में अग्नि दुर्घटना में हुई जनहानि अत्यंत दुःखद एवं हृदय विदारक है।
मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्माओं को शांति तथा घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें। pic.twitter.com/GR7TUpy82E
— Yogi Adityanath (@myogiadityanath) June 22, 2026
ઉચ્ચસ્તરીય તપાસના આદેશ
નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું કે સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આગ લાગવા પાછળ જે પણ બેદરકારી કે જવાબદાર વ્યક્તિઓ હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સ્થળ પર જિલ્લા કલેક્ટર, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે.
દેશભરના નેતાઓએ વ્યક્ત કર્યો શોક
આ દુઃખદ ઘટનાને લઈને દેશના અનેક રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બસપા પ્રમુખ માયાવતી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સહિત અનેક નેતાઓએ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
સુરક્ષા વ્યવસ્થાઓ પર ઉઠ્યા સવાલ
આ ઘટનાએ ફરી એકવાર વ્યાપારી અને મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગોમાં અગ્નિ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
પ્રાથમિક તપાસમાં આગના કારણ અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે ફાયર સેફ્ટી સિસ્ટમ અને ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા અંગે તપાસ અત્યંત મહત્વપૂર્ણ રહેશે. લખનઉની આ દુર્ઘટના દેશ માટે એક મોટી ચેતવણી સમાન બની છે, જ્યાં આગ સુરક્ષા નિયમોના કડક પાલનની જરૂરિયાત ફરી એકવાર સ્પષ્ટ થઈ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel