બારડોલી પાસે સર્જાયેલા અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય આપવામાં આવશે. મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે તેઓનાં વારસદારને રૂપિયા ૧,૦૫,૦૦૦ સહાયતા અર્પણ થશે.
સુરત જિલ્લામાં બારડોલી નજીક ધોરીમાર્ગ પર ઉવા ગામ પાસે મહારાષ્ટ્રના પ્રવાસીઓની બે બસને અકસ્માત નડતાં આગ લાગી હતી. આ સર્જાયેલા અકસ્માતમાં મહારાષ્ટ્રના ૭ યાત્રિકોના મરણથી મોરારિબાપુ દ્વારા સંવેદના સહાય આપવામાં આવશે, જે વડાપ્રધાન રાહત ભંડોળમાં જમા કરાવવામાં આવશે.
આ દુર્ઘટનામાં મૃતકોને શ્રધ્ધાંજલિ સાથે તેઓનાં વારસદારને રામકથા શ્રોતા ભાવિકો દ્વારા ચિત્રકુટ ધામ તલગાજરડા અંતર્ગત રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૧,૦૫,૦૦૦ સહાયતા અર્પણ થશે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel