તમિલનાડુની સત્તારૂઢ DMK સરકારના કૃષિ મંત્રી એમઆરકે પન્નીર સેલ્વમે ઉત્તર ભારતીયોને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ચેંગલપટ્ટુ ખાતે પાર્ટીના એક કાર્યક્રમ દરમિયાન તેમણે હિન્દી ભાષાને “સીમિત ભાષા” ગણાવતા કહ્યું કે ઉત્તર ભારતના લોકો તમિલનાડુમાં મુખ્યત્વે મજૂરી કરવા, નિર્માણ કાર્યોમાં કામ કરવા, પાણીપુરી વેચવા અને હોટલોમાં ટેબલો સાફ કરવા માટે આવે છે. તેમણે આ સ્થિતિ માટે હિન્દી ભાષાને જવાબદાર ગણાવી હતી, જે બાદ આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ.
At a party event in Chengalpattu, Tamil Nadu, DMK Agriculture Minister Shri @MRKPanneer mocked North Indian migrants as “table cleaners and pani puri sellers.” In today’s India, people from every state work everywhere – North, South, and across the world. No job is small. No… pic.twitter.com/ODs02RRJLA
— BJP Tamilnadu (@BJP4TamilNadu) February 4, 2026
આ નિવેદન સામે ભાજપે કડક વાંધો ઉઠાવ્યો છે અને DMK પર ઉત્તર ભારતીયોને નિશાન બનાવી સામાજિક વિભાજન વધારવાનો આરોપ લગાવ્યો છે. તમિલનાડુ ભાજપે X (ટ્વિટર) પર મંત્રીનો વિડિયો શેર કરીને જણાવ્યું કે આવી ટિપ્પણીઓ અપમાનજનક છે અને ભારત જેવી વિવિધતાવાળી દેશમાં કોઈપણ કામ નાનું નથી હોતું તેમજ કોઈ નાગરિકને હીન ગણાવી શકાય નહીં. ભાજપે વધુમાં કહ્યું કે આજના સમયમાં દેશના લોકો રોજગાર માટે રાજ્યોથી રાજ્યમાં અને દુનિયાભરમાં સ્થળાંતર કરે છે, તેથી આવા નિવેદનો રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડે છે.
ભાજપે એ પણ દાવો કર્યો છે કે રાજ્યમાં પ્રવાસી શ્રમિકો સામે હિંસાની ઘટનાઓની વચ્ચે આવા નિવેદનો વધુ ચિંતાજનક છે અને સમાજમાં વિભાજનકારી વાતાવરણ ઊભું કરી શકે છે. રાજકીય વિશ્લેષકોના મતે, તમિલનાડુમાં ભાષા અને પ્રાદેશિક ઓળખના મુદ્દાઓ વારંવાર રાજકીય ચર્ચાનો વિષય બને છે. વિવાદ વચ્ચે વિરોધ પક્ષે યાદ અપાવ્યું કે આ પહેલીવાર નથી જ્યારે DMKના નેતાઓ અથવા મંત્રીઓના નિવેદનોને લઈને ચર્ચા ઊભી થઈ હોય; અગાઉ પણ કેટલાક નેતાઓના નિવેદનો પર વિરોધીઓએ ટીકા કરી હતી. હાલ આ મામલે રાજકીય આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે અને આગળ વધુ પ્રતિક્રિયાઓ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel