આગામી સ્વતંત્રતા પર્વને ધ્યાનમાં રાખીને રાજપીપળા સ્થિત શ્રી કમલમ્ નર્મદા ખાતે ‘હર ઘર તિરંગા–તિરંગા યાત્રા’ અભિયાન અંતર્ગત જિલ્લા સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અભિયાનને નર્મદા જિલ્લાના ગામે-ગામ અને ઘરે-ઘરે પહોંચાડવા માટે વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લામાં તિરંગા યાત્રાનું સફળ આયોજન, જનજાગૃતિ કાર્યક્રમો, કાર્યકર્તાઓની જવાબદારીઓ અને દરેક નાગરિક સુધી રાષ્ટ્રપ્રેમ તેમજ રાષ્ટ્રધ્વજના સન્માનનો સંદેશ પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી અર્જુનભાઈ ચૌધરી, જિલ્લા મહામંત્રી આશિષભાઈ પટેલ, હિતેશભાઈ વસાવા, શ્રવણભાઈ તડવી, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી જીતેશભાઈ તડવી અને પ્રદેશ યુવા મોરચાના મંત્રી આકાશભાઈ તડવી સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ, ‘હર ઘર તિરંગા’ અભિયાનના જિલ્લા તથા તાલુકા ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, મંડલ પ્રભારીઓ, મંડલ પ્રમુખ-મહામંત્રીઓ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
બેઠકના અંતે તમામ કાર્યકર્તાઓને ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા માટે સંપૂર્ણ સમર્પણ અને ઉત્સાહ સાથે કામગીરી કરવા અપીલ કરવામાં આવી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel