ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિશેષ ડિજિટલ ‘સ્વ-ગણતરી (Self-Enumeration)’ અભિયાન અંતર્ગત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે પોતાના નિવાસસ્થાનેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરીને આ રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય ભાગ લીધો છે. આ સાથે તેમણે જનતાને પણ આ ડિજિટલ પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક જોડાવાની અપીલ કરી છે.
જનગણના 2027 વિકાસનો આધારસ્તંભ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જનગણના 2027 માત્ર વસ્તી ગણતરી નથી, પરંતુ દેશના ભવિષ્યના વિકાસ માટેનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતી માહિતીના આધારે સરકાર આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર અને પરિવહન જેવી જનકલ્યાણકારી યોજનાઓનું વધુ અસરકારક આયોજન કરી શકે છે.
તેમણે કહ્યું કે “સચોટ જનગણના એટલે સશક્ત વિકાસનો પાયો” અને દરેક નાગરિકની ભાગીદારી દેશના વિકાસ માટે અનિવાર્ય છે.
ડિજિટલ સ્વ-ગણના માટે નાગરિકોને અપીલ
હર્ષ સંઘવીએ નાગરિકોને અપીલ કરી કે 15 મે થી 31 મે દરમિયાન ચાલતી આ સ્વ-ગણના પ્રક્રિયામાં દરેક પરિવાર ઘરે બેઠા સરળતાથી પોતાની માહિતી ઓનલાઈન પોર્ટલ પર ભરે. આ ડિજિટલ અભિયાન સરકારને વાસ્તવિક જરૂરિયાતો સમજવામાં મદદ કરશે અને ભવિષ્યની યોજનાઓ વધુ અસરકારક બનશે.
સાયબર સુરક્ષા અંગે ચેતવણી
નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરતાં કહ્યું કે જનગણના પ્રક્રિયા દરમિયાન મળતા OTP અથવા કોઈપણ ગુપ્ત માહિતી અજાણ્યા વ્યક્તિઓ સાથે શેર ન કરવી જોઈએ. તેમણે સાયબર સુરક્ષાને ખાસ મહત્વ આપવાની સલાહ આપી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel