રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આધુનિક સંચાર પ્રણાલી અંતર્ગત રાજ્યનાં પસંદ થયેલા સરપંચો સાથે ખેતી સંવાદ યોજાઈ ગયો. રાજભવનમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ જોડાયાં હતાં.
પંચાયતીરાજ અને ગ્રામવિકાસ સંદર્ભે ભાવનગર જિલ્લાનાં ઉમરાળામાં ગ્રામપંચાયત દ્વારા વિશિષ્ટ કામો થઈ રહ્યાં છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વમાં સભ્યો અને ગ્રામજનોના સંકલન સાથે નમૂનેદાર વિકાસકામો આગળ વધી રહ્યા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવનમાં યોજાયેલ દેશની પ્રથમ (એ આઈ) અંતર્ગત પ્રાકૃતિક ખેતી કાર્યશાળામાં પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલ, અગ્રણી ઈભા પટેલ સાથે સાંસદ, ધારાસભ્ય અને સંબંધિતોની ઉપસ્થિતિ રહેલ. આ ઉપક્રમમાં ભાવનગર જિલ્લાનાં ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ પસંદ થતાં જોડાયાં હતાં, તેઓને ‘સરપંચ સહભાગિતા સમ્માન પત્ર’ એનાયત કરવામાં આવ્યું.
આધુનિક સંચાર પ્રણાલી (એ આઈ) અંતર્ગત આ કાર્યશાળામાં રાજ્યનાં પસંદ થયેલા સરપંચો સાથે પ્રાકૃતિક ખેતી સંવાદ યોજાઈ ગયો, જેમાં નિષ્ણાતોનું માર્ગદર્શન મળ્યું.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel